ક્લિનિક અને નર્સિંગ હોમ માટે

રિસેપ્શન પર ઓછા કાગળ, દર્દી માટે વધુ સમય.

ટોકન કતાર, ડૉક્ટર કે આસિસ્ટન્ટ માટે એક જ પ્રિસ્ક્રિપ્શન સ્ક્રીન, દર્દીનો ઇતિહાસ, ફીની રસીદ અને ફૉલો-અપ. તમારો મેડિકલ સ્ટોર જોડો એટલે પ્રિસ્ક્રિપ્શન પોતે ત્યાં પહોંચે.

રિસેપ્શન

  • પરિવારના મોબાઇલ નંબરથી દર્દીની નોંધણી
  • ટોકન કતાર, ઇમરજન્સી સૌથી ઉપર
  • રિસેપ્શન પર વાઇટલ્સ
  • રોકડ, UPI કે કાર્ડથી કન્સલ્ટેશન ફીની રસીદ

પ્રિસ્ક્રિપ્શન

  • એક જ સ્ક્રીન: ટેબ્લેટ પર ટચથી કે આસિસ્ટન્ટ ટાઇપ કરે
  • ફેવરિટ અને નિદાન પ્રમાણે ટેમ્પલેટ
  • તમારા લેટરહેડ કે પૅડ પર A5 પ્રિન્ટ
  • સૂચનાઓ English, હિન્દી કે ગુજરાતીમાં છપાય

દર્દીનો ઇતિહાસ

  • મુલાકાત, પ્રિસ્ક્રિપ્શન, રસીદ અને રિપોર્ટ એક જ ટાઇમલાઇન પર
  • લેબ રિપોર્ટ અને સ્કૅન ફોટો કે PDF તરીકે જોડો
  • આજના ફૉલો-અપ, WhatsApp રિમાઇન્ડર સાથે

તમારો મેડિકલ સ્ટોર

  • પ્રિસ્ક્રિપ્શન જોડાયેલા સ્ટોરની યાદીમાં જાય
  • શું આપ્યું, થોડું આપ્યું કે ન આપ્યું તે જુઓ
  • કેટલાં પ્રિસ્ક્રિપ્શન તમારા સ્ટોર પર ભરાયાં તેનો રિપોર્ટ

એક વાર લખો

ટેમ્પલેટથી શરૂ કરો, ડોઝ બદલો અને પ્રિન્ટ કરો. સ્ટોર જોડાયેલો હોય તો તેમની સ્ક્રીન પર પહેલેથી આવી ગયું હોય.

ક્લિનિક અને સ્ટોર બંને ચલાવો છો?

બંને માટે એક જ સાઇન ઇન, બંને વચ્ચે સ્વિચ, અને બંનેના દિવસના આંકડા સાથે એક માલિક ડૅશબોર્ડ.

હવે આવશે: નોંધણી વખતે ABHA હેલ્થ ID, અને IPD બિલિંગ.

તમારા પોતાના કાઉન્ટર પર જોવું છે?

અમે અમદાવાદ અને આસપાસના ક્લિનિક અને મેડિકલ સ્ટોરની મુલાકાત લઈએ છીએ. મેસેજ કરો, અમે સમય નક્કી કરીશું.