અમદાવાદમાં બનેલું, ક્લિનિક અને મેડિકલ સ્ટોર માટે

ક્લિનિક અને બાજુના મેડિકલ સ્ટોર માટેનું સૉફ્ટવેર.

Medaro સ્ટોરનું કાઉન્ટર, OPD અને બંને વચ્ચે જતું પ્રિસ્ક્રિપ્શન સંભાળે છે. English, ગુજરાતી અને हिंदी માં. ઇન્ટરનેટ જાય તો પણ બિલિંગ ચાલુ રહે છે.

  • ઑફલાઇન પણ ચાલે
  • English · ગુજરાતી · हिंदी
  • સ્ટોર અને ક્લિનિકના અલગ હિસાબ
  • થર્મલ કે A5 પર પ્રિન્ટ
બે ધંધા, એક જોડાણ

ડૉક્ટરનું પ્રિસ્ક્રિપ્શન પોતે જ કાઉન્ટર સુધી પહોંચે છે.

ક્લિનિક અને મેડિકલ સ્ટોર અલગ પેઢી જ રહે છે, દરેકનો પોતાનો GSTIN, બિલ સિરીઝ અને હિસાબ. બંનેને જોડો, એટલે ડૉક્ટર જે પ્રિસ્ક્રિપ્શન પૂરું કરે તે સ્ટોરની યાદીમાં આવી જાય, બિલ બનવા તૈયાર.

સ્ટોરને નિદાન, વાઇટલ્સ કે ડૉક્ટરની નોંધ ક્યારેય દેખાતી નથી. ક્લિનિકને સ્ટોરના હિસાબ દેખાતા નથી.

Medaro ની અંદર

તમારો સ્ટાફ રોજ વાપરશે એવી સ્ક્રીન

કીબોર્ડથી, થોડી સેકન્ડમાં બિલ

થોડા અક્ષર લખો અને Enter દબાવો. સૌથી પહેલાં એક્સપાયર થતી બેચ આપોઆપ પસંદ થાય, અને તમે બદલી શકો. રોકડ, UPI અને કાર્ડ ભેગા, અને છાપેલા બિલ પર UPI QR.

નુકસાન થાય તે પહેલાં એક્સપાયરી

30, 60 અને 90 દિવસમાં શું એક્સપાયર થાય છે તે જુઓ. ડિસ્ટ્રિબ્યુટરને પાછું મોકલો અને ક્રેડિટ નોટ પર નજર રાખો.

H1 રજિસ્ટર આપોઆપ ભરાય

Schedule H, H1 અને X ના વેચાણમાં દર્દી અને ડૉક્ટરની વિગત પૂછાય, પછી રજિસ્ટરમાં ચઢી જાય. પ્રિન્ટ કરો કે Excel માં કાઢો.

કાઉન્ટર પર રાહ જોતાં પ્રિસ્ક્રિપ્શન

જોડાયેલા ક્લિનિકનું પ્રિસ્ક્રિપ્શન પોતે જ આવે છે. એક ક્લિકમાં ડ્રાફ્ટ બિલ; બ્રાન્ડ બદલો કે થોડું જ આપો.

તમારા અત્યારના કાઉન્ટર માટે જ બનેલું

ઇન્ટરનેટ જાય, બિલિંગ નહીં

દરેક કાઉન્ટર પોતાની કૉપી રાખે છે. બિલ, સ્ટોક અને ટોકન ઑફલાઇન ચાલુ રહે અને લાઇન આવે ત્યારે સરભર થાય.

તમારા સ્ટાફની ભાષામાં

દરેક વ્યક્તિ English, ગુજરાતી કે हिंदी પસંદ કરે. દવાનાં નામ પટ્ટી પર છપાયા પ્રમાણે જ રહે.

ઉધારનો ચોખ્ખો હિસાબ

દરેક ગ્રાહકનું બાકી, હપ્તે ચુકવણી, અને કોનું કેટલું બાકી છે તેની યાદી.

બિલ WhatsApp પર

કાઉન્ટરના પોતાના WhatsApp થી એક ટૅપમાં બિલ મોકલો. બલ્ક મેસેજ નહીં, એટલે તમારા નંબરને જોખમ નહીં.

દરેક જણનો પોતાનો PIN

ફાર્માસિસ્ટ, હેલ્પર, રિસેપ્શનિસ્ટ કે ડૉક્ટર: દરેકને તેમની ભૂમિકા જેટલું જ દેખાય, અને દરેક ફેરફાર નોંધાય.

તમારા CA માટે Excel

દરેક GSTIN માટે વેચાણ અને ખરીદી રજિસ્ટર, HSN સમરી અને GSTR-1 ટેબલ.

અમે તમારી સાથે કેવી રીતે શરૂ કરીએ

1

અમે મુલાકાત લઈએ

તમારું કાઉન્ટર, પ્રિન્ટર અને બિલ બુક જોઈએ, અને તમારી સાથે સ્ટોર અને સ્ટાફ સેટ કરીએ.

2

શરૂઆતની સ્ટોક ગણતરી

એક વાર છાજલીઓ ફરો: બેચ, એક્સપાયરી, MRP અને જથ્થો. લખતાં જ દવાનું નામ આવી જાય.

3

એ જ દિવસે પહેલું બિલ

ત્યાર પછી કાઉન્ટર Medaro પર બિલ બનાવે, અને અમે એક ફોન જેટલા દૂર.

સાદા વાર્ષિક પ્લાન. પહેલા 90 દિવસ મફત.
તમારો ડેટા

તમારો ડેટા તમારા ધંધા પાસે જ રહે

અમે ડેટા કેવી રીતે સાચવીએ →
  • દરેક ક્લિનિક અને દરેક સ્ટોરનો પોતાનો ડેટાબેઝ. જોડાયેલા યુનિટ ફક્ત પ્રિસ્ક્રિપ્શન શેર કરે.
  • દર રાત્રે એન્ક્રિપ્ટેડ બૅકઅપ, મુંબઈમાં રાખેલું.
  • કોણે શું અને ક્યારે બદલ્યું તે નોંધાય છે.

તમારા પોતાના કાઉન્ટર પર જોવું છે?

અમે અમદાવાદ અને આસપાસના ક્લિનિક અને મેડિકલ સ્ટોરની મુલાકાત લઈએ છીએ. મેસેજ કરો, અમે સમય નક્કી કરીશું.